તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરીક્ષકોની બેઠક:ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભરૂચમાં કોંગ્રેસના નિરીક્ષકોએ બેઠક યોજી

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પસંદગી પ્રકિયા પૂર્ણ થયા બાદ યાદી પ્રદેશ કક્ષાએ મોકલી અપાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 28 મી ફેબ્રુઆરીએ યોજાનાર છે.ત્યારે દરેક રાજકીય પાર્ટીઓએ તેમના પસંદગીના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની કામગીરીમાં લાગી ગયા છે.કોંગ્રેસ પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણીઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.ત્યાર બાદ હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા.

જેના ભાગરૂપે મંગળવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની ખાનગી હોટલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીની પ્રકિયા માટે મહત્વની બેઠક યોજાઈ હતી.સદર બેઠકમાં જિલ્લા પ્રભારી ઈકબાલ શેખ,રાજેન્દ્રસિંહ પરમાર,કાશ્મીરા શાહ, કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,રાજેન્દ્રસિંહ રણા,નાઝુ ફડવાલા સહીતના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં હાજર નિરીક્ષકો અને આગેવાનોએ ઉમેદવારોના નામોની તૈયાર કરેલી યાદીઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યાર બાદ પસંદગી થયેલા ઉમેદવારોનો યાદી પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવનાર છે.ત્યાર બાદ પ્રદેશ કક્ષાએથી ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો