• Home
  • Local
  • Gujarat
  • Bharuch
  • Congress MLA alleges Corona positive cases and death toll in Jambusar are very high but true figures hide the system

ભરૂચ / કોંગ્રેસના MLAનો આક્ષેપ, કહ્યું: 'જંબુસરમાં કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યઆંક ખુબ જ વધારે છે પણ સાચા આંકડાઓ તંત્ર છુપાવે છે'

જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી
X

  • MLA સંજય સોલંકી કહે છે કે, લોકો સુધી સાચા આંકડા પહોંચવા જોઇએ, જેથી લોકો પોતાના આરોગ્યની કાળજી લઇ શકે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:16 PM IST

ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા રોજેરોજ વધી રહી છે, ત્યારે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ આક્ષેપ કર્યો છે કે, જંસુબરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ અને મૃત્યુના સાચા આંકડાઓ તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહ્યા છે. 

કોરોનાના લક્ષણો દેખાય તો હોસ્પિટલ પહોંચી જવાની MLAની અપીલ કરી
જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ જણાવ્યું હતું કે, જંબુસરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા મોટી છે. મૃત્યુઆંક પણ ખુબ જ વધારે છે. પરંતુ તંત્ર દ્વારા સાચા આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે. લોકો સુધી સાચા આંકડા પહોંચવા જોઇએ, જેથી લોકોને પડે ખબર કે, કેટલા લોકોના મૃત્યુ થયા છે અને કેટલા પોઝિટિવ કેસ છે, જેથી લોકોને પોતાના આરોગ્યની કાળજી લેવાની ખબર પડે. જંબુસરની પ્રજાને મારી અપીલ છે કે, તાવ આવતો હોય, ખાંસી આવતી હોય તો તુરંત હોસ્પિટલમાં પહોંચી જાય જેથી કરીને સમયસર સારવાર થઇ શકે. જરૂર પડે તો અમારો પણ સંપર્ક કરી શકો છો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી