જન જાગરણ અભિયાન:ભરૂચ ખાતે કોંગ્રેસની જન જાગરણ અભિયાન, સભ્ય નોંધણી કાર્યક્રમ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ કાયદો પરત ખેંચવા અંગે આ ખેડૂતોના સંઘર્ષની જીત છે : અમિત ચાવડા

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં જન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે તેની સાથે જ સભ્ય નોંધણી અભિયાન પણ ચલાવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે ભરૂચ ખાતે શુક્રવારના રોજ કોંગ્રેસ પાર્ટીનું જન જાગરણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

જેમાં ગુજરાત કોગ્રેસ પ્રભારી રઘુનાથ શર્મા સહિત એ.આઇ.સી.સી.ના સેક્રેટરી બિશ્વરંજન મોહંતી,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી,જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહીતના મહાનુભાવોએ સૌ પ્રથમ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવેલા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ કરાયો હતો. ત્યાર બાદ પંડીત ઓમકાનાથ ઠાકુર ભવન ખાતે જન જાગૃતિ અભિયાન અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં 3 કૃષિ કાયદાના બિલને પરત ખેંચ્યું છે.જેની હવે ગુજરાત,દેશ સાથે ભરૂચ જિલ્લામાંથી પણ પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...