વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું ભરુચ જિલ્લાની જંબુસર બેઠકની જ્યાં ભાજપમાંથી ડી.કે. સ્વામી, કોંગ્રેસમાંથી સંજય સોલંકી અને આમ આદમી પાર્ટીમાંથી સાજિદ રહેમાન મેદાને છે. આ બેઠક પર સૌથી વધુ સંપત્તિ કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીની છે.
જંબુસર બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે. સ્વામીની સંપત્તિ કુલ 99 લાખ 99 હજાર 593 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીની કુલ સંપત્તિ 16 કરોડ 71 લાખ 24 હજાર 729 છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાજિદ રહેમાનની કુલ સંપત્તિ 35 લાખ 32 હજાર 180 રુપિયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.