તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Cong MLA From Jambusar Is Also In The Fray Regarding The Devastation Caused By Pollution In Various Crops Including Cotton In Bharuch District.

રજૂઆત:ભરૂચ જિલ્લામાં કપાસ સહિત વિવિધ પાકમાં પ્રદૂષણના લીધે પાયમાલી અંગે હવે જંબુસરના કોંગી MLA પણ મેદાનમાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતીને નુકશાની અંગે CMને રૂબરૂ મળી રજૂઆત કરી

કોટન કિંગ ભરૂચ જિલ્લામાં કપાસ સહિતના પાકોમાં પ્રદૂષણના કારણે ખેતી નષ્ટ થતા હવે જિલ્લા બાદ રાજ્ય ખેડૂત સમાજે ઝુકાવ્યું છે. અગાઉ BJP સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રાસાયણિક પ્રદૂષણની તપાસ કરી ખેડૂતોને વળતર ચૂકવવા રજૂઆતો કરી હતી. હવે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ ખેડૂતોના વ્હારે આવ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના અનેક ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ આવતા ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરી છે.

ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, ભરૂચ અને વાગરા તાલુકામાં ચાલુ વર્ષે છેલ્લા કેટલાક સમયથી ઉભા પાકના પાનમાં તેમજ વૃક્ષોમાં વિકૃતિ આવતા ખેડૂત મુંજવણમાં મુકાઈ ગયો છે. ચાલુ વર્ષે વરસાદ પણ જરૂરિયાત મુજબ પડી રહ્યો નથી. તેની સામે મહામહેનતે ઊભા પાકમાં આવતી વિકૃતીથી ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના 4 તાલુકામાં 70,000 હેકટરમાં ખેતી નષ્ટ થતા 50000 ખેડૂતો પાયમાલી તરફ ધકેલાતા જિલ્લા ખેડૂત સમાજ બાદ ગુજરાત ખેડૂત સમાજ અસરગ્રસ્તોને ન્યાય અપાવવા લડત ચલાવી રહ્યું છે.

રાસાયણિક હુમલાની અજ્ઞાત અસર હેઠળ જિલ્લામાં ખેતીની બરબાદી અંગે ભરૂચ BJP સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. વાગરાના BJP MLA અરૂણસિંહ રણાએ પણ રાજ્ય સરકારને આ અંગે પત્ર લખી રજુઆત કરી હતી. હવે જંબુસર અને આમોદ તાલુકામાં પણ ખેતીમાં વ્યાપક નુકસાન પહોચ્યું છે ત્યારે જંબુસરના કોંગી ધારાસભ્ય MLA સંજય સોલંકીએ રૂબરૂ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યા જાણી હતી.

જંબુસરના ટંકારી, કાવા, લીમચ, પાંચકડા, કલક જેવા અનેક ગામોમાં મોટી સંખ્યામાં ઊભા પાકને નુકસાની વેઠવી પડી છે. ત્યારે ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જંબુસર અને આમોદ તાલુકામાં થયેલા ખેતીમાં નુકસાન અંગે મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે.

તેમની સાથે જંબુસર અને આમોદના ખેડૂત આગેવાનોએ પણ હાજર રહી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં વિવિધ સરકારી એજન્સીઓ તપાસ કરી ખેતીને થઈ રહેલી નુક્શાનીના મૂળ સુધી પહોંચે. જેને અટકાવવાના પગલાં લઈ જવાબદારો સામે સખત કાર્યવાહી કરાઈ અને અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં સર્વે કરી વળતર ચૂકવે.

અન્ય સમાચારો પણ છે...