તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો તરખાટ:અંકલેશ્વરમાં ત્રણ સ્થળે વીજ ટ્રાન્સફોર્મરની કોઇલ અને કંડક્ટર મળી કુલ પોણા બે લાખની ચોરી

ભરૂચ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 1.78 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાં અને વ્રજવિલા સોસાયટી સહિત ત્રણ સ્થળેથી વીજ ટ્રાન્સફોર્મરની કોઇલ અને કંડક્ટર મળી કુલ 1.78 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર તાલુકામાં દિનપ્રતિદિન વીજ ટ્રાન્સફોર્મરમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ વ્રજવિલા સોસાયટી પાછળ નાસિર મહમદ કાદર મલેકના ખેતરમાં અને સોત્તમ બાજ નજીક શૈલેષ પટેલના ખેતરમાં ખેતીવાડી માટે વીજ કંપની દ્વારા વીજ ટ્રાન્સફોર્મરમાં આવ્યા હતા જે બંને વીજ ટ્રાન્સફોર્મરને વીજ ટ્રાન્સફોર્મર ચોરોએ નિશાન બનાવ્યા હતા અને તેમાંથી ઓઇલ ઢોળી,સ્ટડ તેમજ કોપરની કોઈલો મળી કુલ 89 હજારથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

જ્યારે અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાં પસાર થતી 11 કે.વી. વાલિયા રૂરલ એજી ફિડર પરથી 2625 મીટર કંડક્ટર મળી કુલ 89 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા પોલીસે કુલ 1.78 લાખથી વધુના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો