આત્મનિર્ભર રથ:શુકલતીર્થ ગામમાં જિલ્લા કક્ષાની આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું સમાપન

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MRLF યોજના હેઠળ નવ બહેનોને પ્રમાણપત્ર,કુપોષણ બાળકોને સુખડીનું વિતરણ

સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો જિલ્લા કક્ષાનો સમાપન સમારોહ યોજાયો હતો.શુકલતીર્થ ગામે આત્મનિર્ભર રથ આવી પહોંચતા ગામ આગેવાનો- ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા એમઆરએલએફ યોજના હેઠળ નવ બહેનોને પ્રમાણપત્ર,કુપોષણ બાળકોને સુખડીનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રના વિકાસમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ યોગદાન વધે,ગ્રામ વિસ્તારોના લોકો ઘરઆંગણે સરકારી અનેક સેવાઓનો લાભ મળી રહે અને ખરા અર્થમાં ગ્રામીણ વિસ્તારો આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું રાજયવ્યાપી આયોજન કર્યું હતું. ત્રિ-દિવસીય યાત્રાને ત્રણ રૂટમાં ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકોના આવરી લઇ વિવિધ ગામોએ રથની ફેરણી થઇ હતી.આ કાર્યક્રમમાં શુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય ભાવના વસાવા, સરપંચ મંજૂલાબેન તાલુકા પંચાયતના સભ્ય રણજીતસિંહ પરમાર,માજી સરપંચ નિલેશ વસાવા,આગેવાન પદાધિકારીઓ, આત્મા પ્રોજેકટ સ્ટાફ,ખેતીવાડી ખાતા અધિકારી- કર્મચારીઓ, ગામ આગેવાનો, આંગણવાડીની બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...