અભયમની મદદ:ઝઘડિયામાં સગીરા સાથે દુષ્કર્મ અભયમની મદદથી ફરિયાદ

ભરૂચ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના યુવાને ઘરમાં ઘૂસી જઇ બળજબરી કરી હતી

ઝઘડિયા તાલુકાના એક ગામમાંથી 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવેલ કે તેમની 13 વર્ષ ની દીકરી સાથે ગામમાં રહેતા યુવક એ જબરજસ્તી દુષ્કર્મ કરેલ છે. આ કિસ્સામાં મદદરૂપ બનવા અપીલ કરતા ભરૂચથી અભયમ રેસ્કયુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સગીરા અને તેના માતા પિતા સાથે માહિતી મેળવી હતી ગુનાની ગંભીરતા હોઈ યુવક વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામા આવી હતી . દીકરીની માતાની સારવાર માટે પિતા સાથે ગયેલા ત્યારે સગીરા ઘરમાં એકલી હતી જે તકનો લાભ લઇ ફળિયાનો યુવક ઘરમાં ઘુસી ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

દુષ્કર્મ બાદ જો કોઈ જણાવશે તો તેના ભાઈ ને મારી નાખવાની ધમકી આપી હતી જેથી સગીરા ડરના માર્યા કોઈને આ ઘટના ની જાણ કરી હતી. ગત રોજ સગીરા શાળાએ જઇ રહી હતી ત્યારે પણ યુવાને તેની છેડતી કરી હતી. આરોપી યુવાન સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...