તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ:ઝઘડીયાના વાસણાના 23, ધારોલીના 15 મળી કુલ 38 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

ભરૂચ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સરકારી જમીન પર દબાણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું, કલેક્ટર સમક્ષ જાન્યુઆરીમાં ફરિયાદ થઇ હતી

ઝઘડિયાના મામલતદાર દ્વારા વાસણા અને ધારોલી ગામ ના મળી કુલ 38 ઈસમો વિરુદ્ધ સરકારી માલિકીની જમીન પર બિન અધિકૃત અને ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કર્યો હોય તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.ઝઘડિયા તાલુકાના મામલતદાર જે.એ રાજવંશી દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં સરકારી માલિકીની જમીન બિન અધિકૃત અને ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કર્યો હોય વાસણા ગામના 23 અને ધારોલી ગામના 15 ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

મામલતદાર જે.એ રાજવંશી દ્વારા તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે લેન્ડ ગ્રેબિંગ સમિતિ અધ્યક્ષ અને કલેકટર ભરૂચના હુકમ થી મોજે વાસણા અને મોજે ધારોલી તા. ઝઘડિયા જી. ભરૂચ ના ગામના વિવિધ સર્વે નંબર વાળી સરકારી માલિકીની જમીનનો વાસણા ગામના 23 અને ધારોલી ગામ ના 15 ઈસમોએ ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કરેલ હોય જેથી સરકાર દ્વારા પસાર કરેલ ગુજરાત લેન્ડ એકટ-2020હેઠળ ભરૂચ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે વહિવટી તંત્ર દ્વરા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થતી ફરિયાદો પર તાત્કાલિક અસરે તપાસ કરી તુરંત નિર્ણયો લેવામાં આવી રહ્યાં હોઇ સરકારી- ખાનગી જમીનો પચાવી પાડનારાઓમાં ભય ફેલાયો છે.

નેત્રંગમાં પણ એક શખ્સ સામે ગુનો નોંધાયો
નેત્રંગના દત્તનગરના રણજીત ઇશ્વર પાટણવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, 20 વર્ષ પહેલાં તેમણે ગામના પ્રતાપ રામસિંગ વસાવાને તેમની અંદાજે બે એકર જમીન ખેડવા માટે આપી હતી. જે બાદ તેમણે કબજો નહીં છોડતાં તેને છોડાવવા માટે તેમણે વર્ષ 2002માં 29 હજાર રૂપિયા પણ ચુંકવ્યાં હતાં. જે અંગે સ્ટેમ્પ પેપર પર લખાણ કરવા છતાં પ્રતાપ વસાવાએ જમીન પરનો કબજો નહીં છોડતાં આખરે તેમણે ગત જાન્યુઆરીમાં કલેક્ટરમાં ફરિયાદ કરી હતી. જેમાં હૂકમ થતાં પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો