વિવાદ:ચીકદા ગામમા એક ઇસમને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ચીકદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામના વોટસેપ ગ્રુપમાં ગામની સમસ્યાની ચર્ચા બાબતે બનેલો બનાવ

ડેડીયાપાડા તાલુકાના ચીકદા ગામના એક ઈસમ ને ગ્રામ પંચાયતના વ્હોટ્સઅપ ગ્રુપમાં ગામની સમસ્યાની ચર્ચા બાબતે ગામના અન્ય ચાર ઈસમો જોડે માથાકૂટ થતા મામલો પોલીસ મથકે સુધી પહોંચ્યો હતો. ફરિયાદી લક્ષ્મણ જયંતી વસાવા ઉંમર વર્ષ 25 રહે. આંબા ફળિયું ચીકદા ની ફરિયાદ મુજબ તારીખ 27 મેં ના રોજ 10 વાગ્યા 15 મિનિટના અરસામાં લક્ષ્મણ વસાવા પર અમરસિં રૂપસિંગ વસાવા નો ફોન આવ્યો હતો અને ફોન પર લક્ષ્મણ વસાવા ને જણાવેલ કે તમે વોટ્સએપ ગ્રુપમાં શુ લઈને બેઠા છો? ત્યારે લક્ષ્મણ વસાવા એ ગામની લાઈટ નો પ્રોબ્લેમ , પાણીની સમસ્યાઓ જેવી પ્રાથમિક સમસ્યાઓ જણાવી હતી.

ત્યાર બાદ અમરસિંગ વસાવા એ લક્ષ્મણ વસાવા ને તારીખ 27 મેં ના 10 વાગ્યાને 25 મીનિટે ચીકદા દરગાહ પાસે પંચ બેસવાનો છે તેમ કહી તેને બોલાવી તેને ગમેં તેવું બોલી લક્ષ્મણ વસાવા ને ઇલેશ ખાતરિયા વસાવા એ એક તમાચો મારી માં બેન સમી ગાળો બોલી વિજય શિવા વસાવા ,રેવજી ગિમલા વસાવા એમ કુલ ચાર વક્તિ દ્વારા ઝપાઝપી કરી ત્યાં હાજર જાતરિયા મીરા વસાવા એ લક્ષ્મણ ને છોડાવી લીધા હતા. ચારે ઈસમોએ લક્ષ્મણ વસાવાને મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...