કાર્યવાહી:વડદલાના બાયોડિઝલ પંપના સંચાલક સામે ફરિયાદ નોંધાઇ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિમનો શખ્સ ગેરકાયદે બાયોડીઝલ વેચતો હતો

વાગરાના વડદલા ગામ પાસે ગેરકાયદે ચાલતાં બાયોડીઝલ પંપ પર અન્ન નાગરિક પુરવઠા વિભાગે રેડ પાડી પમ્પમાંંથી સેમ્પલ મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલ્યાં હતા. જેેના રિપોર્ટમાં સેમ્પલ ફેઇલ થતાં મામલતદારે બાયોડીઝલ પંપના સંચાલક સામે ગુનો નોંધ્યો છે.દહેજ મેઇન રોડ પર વડદલા ગામ પાસે એક શખ્સ બાયોડિઝલ પમ્પ ચલાવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમે ફેબ્રુઆરી મહિનામાં દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પર ગેરકાયદે લગાવેલાં પમ્પના સંચાલકનું નામ મેળવતાં તેનું નામે વિનય પુરોહિત હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે પમ્પમાંથી સેમ્પલો મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલ્યાં હતાં.

બીજી તરફ ગેરકાયદે ચાલી રહેલાં બાયોડિઝલ પમ્પ ખાતે ફાયર સેફ્ટીની તકેદારી રખાઇ ન હોવાનું તેમજ તેમણે ફાયર એનઓસી તેમજ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની મંજૂરી ન લીધી હતી.દરમિયાનમાં તેમણે મોકલેલાં બાયોડિઝલના સેમ્પલ પૃથ્થકરણમાં ફેઇલ થયાનો રિપોર્ટ આવ્યો હતો.જેથી વાગરાના મામલતદાર રણજીત મકવાણાએ પંપના સંચાલક વિનય પુરોહિત વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...