• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Complaint Registered Against Illegal Boatman On Kabirwad Ferry Dock In Bharuch, Causing Loss Of Rs 15 Lakh To District Panchayat Department

ફરિયાદ:ભરૂચના કબીરવડ હોડીઘાટ ઉપર ગેરકાયદે હોડી ચલાવનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ, જિલ્લા પંચાયત વિભાગને રૂપિયા 15 લાખનું નુકસાન પહોંચાડ્યું

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નબીપુર પોલીસે ઝનોર ગામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • મઢીઘાટથી કબીરવડ સુધી શખ્સે વ્યક્તિ દીઠ રૂપિયા 90ની ટીકીટ ઉઘરાવી નાવડી શરૂ કરી હતી

ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકના કબીરવડ હોડીઘાટ ઉપર ગેરકાયદે નાવડી ચાલુ રાખી ઉઘરાણુ કરવામાં આવી રહ્યું હોવાનું ફરિયાદ નોંધાઈ છે. આ અંગે એક ઇસમ વિરુદ્ધ 15 લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ભરૂચ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર રોનક શાહે નબીપુર પોલીસ મથક ખાતે આ અંગે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર મંગલેશ્વર ગામ નજીક નર્મદા નદી કિનારે કબીરવડ હોડીઘાટ જિલ્લા પંચાયત હસ્તગત છે. જે ઘાટ ગત તારીખ-31-8-2018ના રોજ જાહેર હરાજીથી રાજયોગ પોલીટેલ પ્રાઇવેટ લિમિટેડને 10 વર્ષ માટે હોડીઘાટનો ઇજારો આપવામાં આવ્યો હતો. જે બાદ નક્કી કરેલું ચુકવણું નહિ કરતા તેના વિરૂદ્ધ કોર્ટ કેસ દાખલ કર્યો હતો. ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હોડીઘાટનો હવાલો જિલ્લા પંચાયત હસ્તક હોવાથી અન્ય કોઈપણ શખ્સોએ હોડીઘાટ ચલાવવો નહિ તેવી નોટિસ લગાવવામાં આવી હતી.

આ ઉપરાંત જો કબીરવડ હોડીઘાટ ચલાવવામાં આવે અને અકસ્માત કે દુર્ઘટના બને તેની જિલ્લા પંચાયતની કોઈપણ જવાબદારી રહેશે નહીં તેવી સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં મંગલેશ્વર મઢીઘાટથી કબીરવડ સુધી કોઈ શખ્સે વ્યક્તિ દીઠ રૂપિયા 90ની ટીકીટ ઉઘરાવી નાવડી શરૂ કરી હતી. પ્રવાસીઓને મઢીઘાટથી કબીરવડ સુધી નાવડીમાં બેસાડી લઈ જઈ પરત લાવ્યાંનો વીડિયો તંત્રના ધ્યાન પર આવ્યો હતો. જેને પગલે અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી હતી. જેમાં ઝનોર ગામનો દિનેશ રાયસંગ માછી આ હોડી ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

આ શખ્સ જિલ્લા પંચાયત હસ્તકના કબીરવડ હોડીઘાટની હરાજી અને અન્ય કાર્યકારી પદ્ધતિથી વાકેફ હોવાથી હોડીઘાટ બાબતે કોઈને ઇજારો આપવામાં આવ્યો નથી. તેમ છતાં કબીરવડ હોડીઘાટની ટીકીટ છપાવી પ્રવાસીઓને લલચાવી તેઓની પાસેથી રૂપિયા વસૂલ્યાં હતા. શખ્સે જીવન જોખમે પ્રવાસીઓને ગેરકાયદે રીતે નાવડીમાં બેસાડી જલમાર્ગે મંગલેશ્વર મઢીઘાટથી કબીરવડ સુધીનો પ્રવાસ કરવાતો હતો. જિલ્લા પંચાયતને અંધારા રાખી જિલ્લા પંચાયત વિભાગને સરકારી રૂપિયા અંદાજીત 15 લાખનું નુકસાન કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. જેથી ગેરકાયદે હોડી ચલાવનારા દિનેશ રાયસંગ માછી વિરુદ્ધ નબીપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...