વાલિયા તાલુકાના ડણસોલી ગામની સીમમાં આવેલા ખેતરમાં ફેન્સીંગ કરતા ખેડૂતને બે ઈસમોએ અવાર નવાર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
વાલિયા તાલુકાના ડણસોલી ગામના મંદિર ફળિયામાં રહેતા નરેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલનું ગામની સીમમાં સર્વે નંબર-18 અને સર્વે નંબર-56 પર ખેતર આવેલું છે. જેમણે ગાંધુ ગામના મુરાદ નથુ ખેર પાસે વેચાણથી ખેતર લીધું છે. આ ખેતરની બાજુમાં ગામના જ મહેન્દ્રસિંહ ઉર્ફે મયો કનકસિંહ વસીનું ખેતર આવેલું છે. જેણે માપણી કરાવ્યા બાદ બંને ખેડૂતો સમાજના આગેવાનોની હાજરીમાં સહમતીથી ફેન્સીંગ કરાવવા મંજુર થયા હતા.
જેના બાદ નરેન્દ્રસિંહ ગોહિલ પોતાના ખેતરની ફરતે ફેન્સીંગ કરાવી રહ્યા હતા, ત્યારે મહેન્દ્રસિંહ કનકસિંહ વસી અને દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ વસી તેમજ હંસાબેન વસીએ ઝઘડો કર્યો હતો. ઉપરાંત ખેડૂત અને તેમના પુત્રને અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે ખેડૂતે વાલિયા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.