ફરિયાદ:નાડા ગામના સરપંચ-તેમના બે ભાઇ વિરુદ્ધ છેડતીની ફરિયાદ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંબુસર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

જંબુસર તાલુકામાં આવેલા નાડા ગામે એક મહિલા ઘરે એકલી હતી. તે વેળાં ગામના સરપંચે તેમના ઘરમાં ઘુસી તેની સાથે બળજબરી કરવાની કોશિષ કરી હતી. દરમિયાનમાં સરપંચના બે ભાઇઓએ પણ આવી જબરજસ્તી કરી હતી. અરસામાં મહિલાના પતિ આવી જતાં તેમણે દંપતિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરના નાડા ગામે સુંદરનગરી ખાતે રહેતી કુસુમના પતિ કામ અર્થે બહાર ગયાં હોઇ તે ઘરે એકલી હતી.

તે વેળાં ગામના સરપંચ જીતસંગ ગોરધન દેસાઇ તેમના ઘરમાં આવી ગયાં હતાં. ઉપરાંત દરવાજો બંધ કરી તેમની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં સરપંચ જીતસંગના બે ભાઇઓ સરજુગ તેમજ વિજય પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં.

ત્રેણ એક સંપ થઇ તને ગામમાં રહવા દેવી નથી તેમ કહીં તેને માર માર્યો હતો. અરસામાં મહિલાના પતિ તેમજ ગામના કાકા તરૂણ પંડ્યા ત્યાં આવી જતાં તેઓ છોડાવવા પડતાં તેમણે મહિલાના પતિ મહેશ ગોહિલને પણ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બુમરાણ થતાં આસપાસના લોકો એકત્ર થતાં સરપંચ અને તેમના બન્ને ભાઇઓ તેમને જાનથી મારવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...