તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોશિયલ મીડિયામાં માજી સરપંચને અપશબ્દો ઉચ્ચારતાં ફરિયાદ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના માજી સરપંચે ગૌચરની જમીન વેચી દીધી હોવાના આક્ષેપ સાથે તેમને અપશબ્દો ઉચ્ચારતી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર શખ્સ સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જૂના તવરા ગામના રાજપુત ફળિયામાં રહેતાં ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમારે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે સાડા સાત વર્ષ તરીકે જૂના તવરા ગામના સરપંચ તરીકે અગાઉ સેવા આપી છે.

તેમના ગામના જ ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ પરમારે તેના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી કે જૂના તવરા ગામ પંચાયતમાં કેટલી જમીન છે ગૌચરની પ્રવિણસિંહ માજી સરપંચને હા માજી ઇન્દુલાલ માજી સરપંચ જવાબ આપો કે વેચી દીધી. ઉપરાંત તેમને અપશબ્દોની પણ પોસ્ટ કરી હતી. તેમજ સોશિયલ મિડિયામાં જ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના પગલે માજી સરપંચે સોશિયલ મિડિયામાં તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે પોસ્ટ કરવા બદલ ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...