તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અંકલેશ્વરની લુપીન લિમિટેડના CSR વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીની કંપનીમાં હકાલપટ્ટી કરવામા આવી

લ્યુપીન હ્યુમન વેલફેર એન્ડ રીસર્ચ સેન્ટરમાં ફરજ બજાવતા અશ્વિન જોશી દ્વારા કંપનીની વિવિધ સી.એસ.આર પ્રવૃત્તિ અંતર્ગત મોટો ગફલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

અશ્વિન જોશી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ અનુસાર તેઓ દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત લોક કલ્યાણની કામગીરી કરવાના બદલે જુદી જુદી દુકાન સાથે કંપનીના નામે વિશ્વાસ ઘાત અને છેતરપીંડી કરવામાં આવી હતી. અને અનેક દુકાન ધારકો પાસેથી ચીજવસ્તુઓ ખરીદી તેઓને રૂપિયા નહિ ચૂકવી ઉચાપત કરવામાં આવી હતી. જો કે હાલમાં આ વ્યક્તિને કંપનીમાંથી હકાલપટ્ટી આપી દેવામાં આવી છે.

તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામ આવી છે. તેઓ દ્વારા અંકલેશ્વરની અરોમા ટ્રેડર્સ ખાતે પણ લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એક બાદ એક અનેક ફરિયાદો તેઓ વિરુદ્ધ સામે આવશે. હાલ પોલીસે તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...