કાર્યવાહી:બોગસ PSI દ્વારા ઠગાયેલાં અન્ય એક શખ્સની ફરિયાદ

ભરૂચ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ગરીબ સગર્ભાની સારવારના બહાને છેતર્યો

ભરૂચમાં બોગસ પીએસઆઇ દ્વારા ઠગાઇનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના એક શખ્સ પાસે આવી બોગસ પીએસઆઇએ એેક ગરીબ સગર્ભા બીજા માળેથી પટકાતાં તેને સિટી સ્કેન સહિતના ખર્ચ માટે મદદના નામે 5500 રૂપિયા લઇ જતો રહ્યો હતો. દરમિયાનમાં તાજેતરમાં બોગસ પીએસઆઇ વિરૂદ્ધ થયેલી ફરિયાદના સમાચારોને લઇ તેમને પણ તેમની સાથે ઠગાઇ થયાનું માલુમ પડતાં તેમણે પણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકેની ઓળખ આપી લોકોને છેતરનાર છોટાઉદેેપુરના નુરમોહંમદ ફતેમહંમદ મલેક વિરૂદ્ધ બી ડિવિજન પોલીસ મથકે તાજેતરમાં જ ફરિયાદ થઇ હતી. જે અંગે સમાચારો પ્રસિદ્ધ થતાં બોગસ પીએસઆઇની ઠગાઇની વધુ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

જેમાં ભરૂચની વેલફેર હોસ્પિટલ પાસે આવેલાં રેહાન પાર્ક ખાતે રહેતાં સઇદ યાકુબ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પાસે ગત વર્ષે 2021માં ઓક્ટોબર મહિનામાં મસ્જીદ પાસે સફેદ શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ એક શખ્સે આવી પોતાની ઓળખ એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પઠાણ તરીકે આપી હતી તેમજ એક ગરીબ સગર્ભા પહેલાં માળેથી પડી ગઇ હોઇ તેને વેલફેર હોસ્પિટલમાં દાખલ કરી હોઇ તેનેસિટી સ્કેન તેમજ લેબોરેટરી કરવાની હોઇ તાત્કાલિક 5500 રૂપિયાની જરૂર છે. તેમ કહી તેમને વાતોમાં ભોળવી સાંજે પરત આપી જઇશ તેમ જણાવી 5500 રૂપિયા લઇ જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...