ભરૂચના ત્રણકુવા મોટી ડુગરી વિસ્તારમાં રહેતી યુવતનીના લગ્નના ચારેક મહિનામાં જ મહેણાટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારવા સાથે પરીણિતાને તેના પહેલાં પતિ સાથે આડોસંબંધ હોવાનો આક્ષેપ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવ સંદર્ભે ભરૂચના મહિલા પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેરના ત્રણ કુવા નવી નગરી વિસ્તારમાં રહેતી રિઝવાના યાકુબ નારબનના વડોદરાના તાંદલજા ખાતે રહેતાં રહેતાં મિન્હાઝ હબીબ પટેલ સાથે બીજા લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તે તેના પહેલાં પતિ થકીની 7 વર્ષની પુત્રીને પણ સાસરીમાં લઇ ગઇ હતી. દરમિયાનમાં તેનો પતિ મિન્હાઝ નાની-નાની વાતે તેની સાથે ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો.
ઉપરાંત તેની સાસુ અને નણંદો પણ તેને તું પિયરેથી સોનાની વસ્તુઓ કે પૈસા લાવી નથી કહીં તેને મહેણાટોણા મારતી હતી. તેમજ તેના પતિની ચઢામણી કરતાં તે તેને માર મારતો હતો. અરસામાં તેની નણંદ ફરહીનના રૂપિયા ખોવાઇ જતાં તેણે રિઝવાના પર ચોરીનો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે તેને તેના પુર્વપતિ સાથે આડોસંબંધ હોવાનો પણ શકવહેમ રાખતો હતો. બનાવને પગલે રિઝવાનાએ મહિલા પોલીસ મથકે મિન્હાઝ હબીબ પટેલ, ફરહિન હબીબ પટેલ, મુમતાઝ હબીબ પટેલ તેમજ આફીયા હબીબ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.