તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ:દહેજ માટે ત્રાસ ગુજારનાર સાસરિયાઓ સામે ફરિયાદ

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના સલમાન પાર્ક વિસ્તારમાં રહેતા મોહમદ અલી કાદરીની પુત્રી અસ્માબેગમના લગ્ન વડોદરાના તાંદલજા રોડ પર રહેતાં શહેબાઝ અલી ફારૂકઅલી કાદરી સાથે વર્ષ 2020માં ફેબ્રુઆરીમાં થયાં હતાં. લગ્નના થોડા સમયબાદથી જ તેની સાસુ નાહિદા, જેઠ જફરઅલી તેમજ માસી સાસુ ગઝાલા કાદરી શેખ તેમજ દીલશાદબેગમ મુખ્તાર અલી સૈયદ અવાર નવાર તું દહેજમાં ઓછારૂપિયા લાવી હોવાનું જણાવી તેને ત્રાસ ગુજારતાં હતાં. તેમજ તેના પતિની ચઢામણી કરતાં હતાં.

દરમિયાનમાં તેના પતિને એક મહિલા તબીબ સાથે અનૈતિક સંબંધ હોવાનું પણ માલુમ પડ્યું હતું. સાસરિયાઓ દ્વારા તે સગર્ભા થતાં બાળક રાખવું હોય તો પિયરેથી 15 લાખ રૂપિયા લઇ આવ જેથી કે શહેબાઝ કેનેડા મોકલી શકાય તે સહિતની માંગણીઓ કરી તેને સારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો.તે ભરૂચ આવતાં તેને તેડી ગયાં ન હતાં. જેથી તેમની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...