કાર્યવાહી:તલાકનો ઓડિયો મોકલનારા પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આમોદની યુવતિના લગ્ન ટંકારિયા થયાં હતાં

આમોદના પુરસા રોડ નવીનગરી ખાતે રહેતાં યુસુફ મહંદમશા દિવાનની પુત્રી શહેનાઝના 15 વર્ષ પહેલાં ભરૂચના ટંકારિયા ગામે રહેતાં હૂસેન ઐયુબ દિવાન સાથે લગ્ન થયાં હતાં. તે ટંકારિયા ગામે જ તેના સાસરિયાઓ સાથે સહકુટુંબમાં રહેતી હતી. દરમિયાનમાં તેના સાસુ ઝેનમબેન તેમજ સસરા ઐયુબ તેને મેણાટોણા મારવા સાથે તેના પતિની ચઢામણી કરતાં હોઇ તેનો પતિ હૂસેન તેને માર મારી માનસિક શારીરિક ત્રાસ આપતાં હતાં.

દોઢેક વર્ષ પહેલાં તેનો પતિ સાઉદી અરબ રોજગારી અર્થે ગયો હોઇ તે તેના સાસુ-સસરા સાથે રહેતી હતી. અરસામાં તેની નણંદ સુમૈયા તેમજ નણદોય જાવીદ ઉસ્માન દિવાન તેમના ઘરે આવી સાસુ-સસરા સાથે મળી ત્રાસ આપી તેના પતિની ચઢામણી પણ કરતાં હતાં. જેના પગલે તેના પતિએ તેને ફોન કરી મારે તને નથી રાખવી. વોટ્સ અપ પર વોઇસ મેસેજમાં ત્રણવાર તલાક કહીં તેને મોકલી આપ્યો હતો. પરિણીતાએ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...