અંકલેશ્વર તાલુકાના જૂના શક્કરપોર ગામની સીમમાં આવેલા ખેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે ચાર ઈસમોએ ડીઝલ મશીન, પાઇપ અને સિમેન્ટના પતરા મળી 40 હજારનું નુકશાન પહોંચાડી ચાકરને ધમકી આપી ચાર ઈસમો ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાઇ છે.
અંકલેશ્વર તાલુકાના જૂના શક્કરપોર ગામના નવપરા વિસ્તારમાં રહેતા જગદીશ શના વસાવા ગામની સીમમાં આવેલા ભરત નાગજીભાઈ પટેલનું ખેતર ભાગે કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓના ખેતરમાં ગત તારીખ-2જી મેના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે ગામના કુંદન રમણ વસાવા લાલો ઉર્ફે કૃણાલ રમણ વસાવા, હનિયો ઉર્ફે હિતેશ નિલેશ વસાવા અને ધવલ નિલેશ વસાવા જગદીશ વસાવાના ખેતરે એસયુવી ગાડી લઈ ધસી આવ્યા હતા.
શખ્સોએ આવીને ખેતરમાં રહેલું પાણી ખેંચવાનું મશીન, પાઇપ અને પ્લાસ્ટિકની ખુરશી તેમજ સિમેન્ટના પતરાની તોડફોડ કરી હતી અને ચાકર મુકેશ વસાવાને મારી નાખવાની ધમકી આપી 40 હજાર જેટલાનું નુકશાન કરી ફરાર થઇ ગયા હતા. ખેતરમાં તોડફોડ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.