ભરૂચ તાલુકામાં આવેલાં જૂના તવરા ગામે શ્રી નિવાસ ફેસ-2 સોસાયટીમાં રહેતો એક શખ્સ સોસાયટીની મહિલાઓને અભદ્ર ઇશારાઓ કરતો હોઇ તેમજ સોસાયટીના મકાનોના બહાર તાંત્રિક વિદ્યા કરેલાં ચોખા-કંકુ તેમજ લિંબુ નાંખી જતો હતો. જેના પગલે સોસાયટીની મહિલાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ તાલુકામાં આવેલાં જૂના તવરા ગામની શ્રી નિવાસ ફેસ-2 સોસાયટીમાં રહેતાં ઇલાબેન મહજીભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી. કે, તેમની સોસાયટીમાં કુલ 48 મકાનો આવેલાં છે. તેમની આજુબાજુના મકાનો પૈકીના એક મકાનમાં રહેતાં શિવદયાલ ગોવિંદલાલ શ્રીવાસ્તવ રહે છે.
તેમના ઘર પાસે સોસાયટીનો ગાર્ડન આવેલો હોઇ સોસાયટીની મહિલાઓ ગાર્ડનમાં બેસવા માટે તેમજ બાળકો રમવા જતાં હોય છે. ત્યારે શિવદયાલ શ્રીવાસ્તવ તેમને અપશબ્દો ઉચ્ચારતો હતો ઉપરાંત તમે મને સ્વામી નથી માનતાં તેમ કહહીં ધમકાવી સોસાયટીના લોકો સાથે અવાર નવાર ઝઘડા કરતો હતો. ઉપરાંત મહિલાઓને અશ્લિલ ઇશારા પણ કરતો હતો. તે તાંત્રિક વિધી કરી સોસાયટીના દરવાજા અને લોકોના મકાનો પર ચોખા-કંકુ તેમજ લીંબુ નાંખી જતો હતો. તેની હેરાનગતિથી ત્રાસી આખરે ઇલાબેને ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.