કાર્યવાહી:ધર્માંતરણ મામલે ફરિયાદ કરનારને બેે જણાની મારી નાંખવાની ધમકી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમોદના કાકરિયા ગામે ચૂંટણી ટાણે પુન: વાતાવરણ ગરમાયું
  • આમોદ પોલીસે હૂમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

આમોદ તાલુકામાં આવેલાં કાંકરિયા ગામે ચૂંટણી ટાણે ધર્માંતરણના મામલે પુન: મામલો ગરમાયો હતો. ધર્માંતરણને લઇને ફરિયાદ કરનાર શખસના ઘરે બે જણાએ લાકડી-છરા સાથે પહોંચી તેમને જાનની મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના પગલે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમોદના કાંકરિયા ગામે કોઠી ફળિયામાં રહેતાં પ્રવિણ વસંત વસાવાએ અગાઉ ગામમાં થઇ રહેલાં ધર્માંતરણના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં ગઇકાલે સાંજે તેઓ પોતાના ઘરે હતાં તે વેળાં ગામના જ પ્રવિણ પ્રહલાદ ઠાકોર તેમજ કમલેશ કાલીદાસ વસાવાએ લાકડી તેમજ છરા લઇને તેના ઘરે પહોંચી જોર-જોરથી બુમો પાડી તેને અને તેના પરિવારને આજે તો તમને પતાવી દેવાના છે તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

દરમિયાનમાં આસપાસના લોકોનું 25થી 30 જણાનું ટોળું એકત્ર થઇ જતાં હૂમલાખોરોએ આમના લીધે આપણે બધા હેરાન થઇએ છીએ તેમને આજે પતાવી દેવાના છે તેમ કરી ટોળાને ઉશ્કેરતાં હતાં. તેના ઘરે ફરજ પર હાજર જીઆરડી જવાનોએ તેમને રોકવાનો પ્રયત્ન કરવા સાથે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચતાં તેઓ નાસી છુટ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...