અવ્વલ નંબર:રાષ્ટ્રીય કક્ષાની યંગમુડો સ્પર્ધામાં ભરૂચના સ્પર્ધકોએ 9 ગોલ્ડ , 12 સિલ્વર તેમજ 8 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોવામાં 27થી 29 ડિસેમ્બર સુધી છઠ્ઠી રાષ્ટ્રીય યંગમૂડો સ્પર્ધા યોજાઈ હતી

ગોવામાં 27 થી 29 ડિસેમ્બરનાં રોજ છઠ્ઠી રાષ્ટ્રીય યંગમૂડો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાત યંગમૂડો એસોસીયેશનના રમતવીરોએ ભાગ લઈ 09 ગોલ્ડમેડલ ,12 સિલ્વરમેડલ ,08 બ્રોન્ઝમેડલ મેળવી સુંદર પ્રદર્શન કરી ફાઈનલ સ્પર્ધામાં ભાઈઓના ગૃપમાં પ્રથમ ક્રમાંક તેમજ કાતાની સ્પર્ધામાં ભાઈઓના ગૃપમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી ચેમ્પયનશીપ પ્રાપ્ત કરી ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.રાષ્ટ્રીય યંગમૂડોની સ્પર્ધામાં ભરૂચના નિલય પટેલ અંડર 14 -50kg સ્પર્ધામાં ફાઈનમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો.

જ્યારે કાતાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને ભાઈઓની ટીમ કાતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો,માછી ચિરાગે અંડર.17, 40kg ફાઈનલમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો, ઉજજવલ પ્રજાપતિએ અંડર 19,65kg ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ, કાતામાં સિલ્વરમેડલ પ્રાપ્ત કર્યો હતો, રૂદાક્ષ પંડયાએ અંડર.14,55kg ફાઈટ માં બ્રોન્ઝમેડલ , કાતામાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવનાર સ્પર્ધકો આગામી સમયમાં સાઉથ એશીયન યંગમૂડોની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. સ્પર્ધામાં વિજેતા થનાર તમમને ગુજરાત યંગમૂડો એસોશીયેશનના ટેકનીકલ ડાયરેકર રવિન્દ્ર પટેલ, સેકેટરી ભરત દિવાકર, ચેરમેન રમેશ ચૌધરી તેમજ ગૌરવભાઈએ અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...