તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ભરૂચ જિલ્લાની બિરલા સેલ્યુલોસિક કંપની ને ટેક્સટાઇલ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત 'ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનિબલિટી 2020 ' એનાયત

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટેક્સટાઇલ અને એપરલ્સ સેકટર માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ

ભરૂચ જિલ્લાની બિરલા સેલ્યુલોસિક કંપની ને ટેક્સટાઇલ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત 'ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનિબલિટી 2020 ' એનાયત થયો.

આદિત્ય બિરલા જૂથના ગ્રાસીમ ના ભરૂચ જિલ્લાના ખરચ સ્થિત એકમ બિરલા સેલ્યુલોસિક ને ટેક્સટાઇલ અને એપરલ્સ સેકટર માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનિબલિટી 2020 ' ના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય કક્ષા એ સેકટર માં નેતૃત્વ, ઉત્પાદન સ્તરે સિદ્ધિઓ અને સસ્ટેનિબલિટી માટે દર વર્ષે જાહેર કરાય છે. વર્ષ 2020 માં વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પરિણામો, ગુણવત્તા, પારદર્શિતા માટે આ એવોર્ડ ગ્રાસીમ ઇન્ડ. ના મેનેજીંગ ડિરેકટર દિલીપ ગોર ને એક વર્ચુયલ કોંફરન્સ માં જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી દિલીપ ગોરે જણાવ્યું કે " આ એવોર્ડ અમારી ઉત્કૃષ્ટ ક્ષમતા, કાર્ય પદ્ધતિ અને પર્યાવરણ ક્ષેત્રે અમારી સિદ્ધિઓ અને આદિત્ય બિરલા જૂથની વિચારધારાને સ્પષ્ટ સ્વીકૃતિ આપે છે. " આ સફળતા માટે ગ્રાસીમ ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી એચ. કે અગરવાલ, ચીફ સસ્ટેનિબલિટી ઓફિસર મુકુલ અગરવાલ ના યોગદાન ને પણ બિરદાવવા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો