તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:પોલીસના મારથી મૃત્યુ પામેલા યુવાનો અંગે ગઢવી સમાજે ન્યાયિક તપાસ કરવા માંગણી કરી

ભરૂચ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચના કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
 • ગઢવી સમાજે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ
 • ચારણ -ગઢવી સમાજે ભરૂચના કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સોનલ કૃપા ચારણ -ગઢવી સમાજના ભરૂચ એકમે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગઠવી સમાજના યુવાનોને પોલીસે માર માર્યો હતો, જેમાં તેમના મારથી 2 યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ બાબત અંગે તેમણે રજૂઆત કરી જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવા માટે માંગ કરી હતી.

ચારણ- ગઠવી સમાજે ન્યાયિક તપાસ કરવા માંગણી કરીચારણ -ગઢવી સમાજ દ્વારા પાઠવાયેલ આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું હતું કે, પોલીસે કચ્છ જિલ્લાના સમાધોલા ગામના ચારણ - ગઢવી સમાજના યુવાનોને પકડીનો ગેરકાયદેસર રીતે સખત માર માર્યો હતો. પોલીસના આ કૃત્યથી તેમના કરૂણ મોત થયા હતા. આ અંગે ચારણ- ગઠવી સમાજ દ્વારા ન્યાયિક તપાસ કરીને ગુનેગારોને કડકમાં કડક સજા કરવા અંગે માંગ કરવામાં આવી હતી. આ ઘટનાના યુવાનોમાં અરજણ ગઢવી , હરજોગ ગઢવી, મેઘરાજ ગઢવીનો સમાવેશ થાય છે, જે પૈકી યુવાન અરજણ ગઢવીને પોલીસ સ્ટેશનમાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તથા તેના સાથે રહેલા બીજા યુવાન હરજોગ ગઢવીને ગભીર શારિરીક ઈજાઓ પહોંચતા 3 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા લેવા માંગપોલાસની સમાધોયા ગામના ચારણ -ગઢવી સમાજના 2 યુવાનોને આમ માર મારવાની ઘટના માનવતાને શર્મસારી કરી દે છે. આ ઘટનાને ભરૂચ જિલ્લાના નારણ ગઢવી સમાજે પણ કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. આ કેસના મુખ્ય હત્યારાઓની સત્વરે ધરપકડ હજી સુધી હાથ ધરવામાં આવી નથી કે તેમાં જવાબદાર દોષિતોને કડકમાં કડક સજા પણ ફટકારવામાં આવી નથી. દુર્ભાગ્યપુર્ણ બનેલી આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને વહેલીતકે સજા મળે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો