તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નર્મદાના કન્ટેઈન્મેન્ટ ઝોનને ખુલ્લા કરાતા અવરજવર શરૂ

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપલાના કાછીયાવાડ-કસ્બાવાડને ખુલ્લા કરવામાં આવ્યા
  • 15 દિવસ બાદ માર્કેટ ખુલ્લું થતાં વેપારીઓમાં પણ ખુશીનો માહોલ

નર્મદામાં કોરોનના સંક્રમણ વધતા રાજપીપલા હાલમાં હોટસ્પોટ બન્યું છે. રાજપીપલાના કાછીયાવાડ, કસ્બાવાડ, આશાપુરી માતા મંદિર, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ સૌથી વધુ નીકળતા તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા આ સમગ્ર વિસ્તારોને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યું. જેથી શાકમાર્કેટ, મુખ્ય માર્કેટ સહીત ના વિસ્તારોને પણ સીલ મારી દેવામાં આવતાં અવર જવર અટકી પડી હતી. જે વાતને 15 દિવસ ઉપરાંતનો સમય વિતિ જતાં અને કોરોનાના દર્દીઓની સંખ્યા અને સંક્રમણ પણ ઘટ્યું છે ત્યારે આ તમામ ઝોન બંધ હોય લોકોને મુકેલી પડી રહી છે લોકોના ધંધા રોજગાર બગાડી રહ્યા છે.

આ બાબત નો એક અહેવાલ દિવ્યભાસ્કર માં પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા આ તમામ ઝોન ખોલવામાં આવતા 15 દિવસ બાદ ગુરુવારથી રાજપીપલાનું મુખ્ય માર્કેટ પણ ધમધમી ઉઠશે. કાછીયાવાડ સમાજના મંત્રી હિતેશ પટેલે જણાવ્યું કે અમે 15 દિવસથી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહ્યા કેટીનું કામ અને દુકાનોનું કામ પણ ના થઇ શક્યું એટલુંજ નહિ રક્ષાબંધન ના પર્વમાં મુખ્ય માર્કેટ બંધ રહેતા લોકોની રોજગારી પણ ગઈ હવે આજે જયારે બજાર અને કન્ટેન્ટમેન્ટ ઝોન ખુલ્લા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...