સમીક્ષા:ભરૂચમાં સખી વન સ્ટોપ યોજના, કામગીરીની કલેક્ટરે સમીક્ષા કરી

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરની અધ્યક્ષતામાં વ્યવસ્થાપક સમિતિની બેઠક

ભરૂચના નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે વ્યવસ્થાપક સમિતિની મીટીંગ તેમજ સખી વન સ્ટોપ યોજના અંતર્ગત મોનીટરીંગ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષનસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ નારી સંરક્ષણ કેન્દ્રની વ્યવસ્થાપક સમિતિની મીટીંગમાં એજન્ડા મુજબ જરૂરી ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

સખી વન સ્ટોપ યોજના અંતર્ગત મોનીટરીંગ સમિતિની બેઠકમાં કલેકટરએ સખી વન સ્ટોપ યોજનાની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી પરામર્શ કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

આ વેળાએ કલેકટરએ નારી સંરક્ષણ ગૃહ અને શિશુ ગૃહની મુલાકાત પણ લીધી હતી. બેઠકમાં એસએસપી વિકાસ સુંડા, નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર,ચાઇલ્ડ વેલ્ફર કમિટિના સભ્ય,મહિલા અને બાળ અધિકારી કચેરીના પ્રતિનિધિ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...