તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ તૈયારી:ભરૂચમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને માઈક્રોપ્લાનિંગથી કામ કરવા કલેક્ટરના આદેશ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુચારુ આયોજન અને કામગીરી અંગે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઓછી થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.પરંતુ નિષ્ણાંતોના માનવા મુજબ રાજ્યમાં કરોનાની સંભવિત ત્રીજી લહેર આવી શકે છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ સુચારુ કામગીરી અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી આયોજન માટે ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના આધિકારીઓ તથા વિવિધ કામગીરી માટે નિયુક્ત થયેલ નોડલ અધિકારીઓ સાથેસાથે મહત્વની બેઠક મળી હતી.

સદર બેઠકમાં કલેક્ટરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નોડલ અધિકારીઓને માઈક્રોપ્લાનિંગથી કામ કરવાની સૂચનાઓ આપી હતી. કોવિડ-19 ના વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.નિયુક્ત થયેલા તમામ અધિકારીઓએ રાજ્યકક્ષાએ નિમાયેલા અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી રાજ્યકક્ષાએથી મળતી સૂચનાઓ અને કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવાની રહેશે.આ બેઠકમાં કલેક્ટરએ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પીડીયાટ્રીટ બેડમાં વધારો કરાશે.

ભરૂચ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ICU, વેન્ટિલેટર બેડ વધારવામાં આવશે
આ બેઠકમાં કલેક્ટરે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આઈ.સી.યુ. દ્વારા પીડીયાટ્રીટ બેડમાં વધારો અને બાળ નિષ્ણાંતમાં વધારો કરવા સાથે સિવિલ હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં આઈ.સી.યુ. અને વેન્ટિલેટર બેડમાં વધારો કરવા પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...