રજૂઆત / લોકડાઉનમાં શાળા બંધ છતાં ટ્રાન્સપોર્ટેશન ફીની ઉઘરાણી

Collection of transportation fees despite school closure in lockdown
X
Collection of transportation fees despite school closure in lockdown

  • ઝઘડિયાની સીકેજી સ્કૂલની મનમાની
  • વાલીઓની શિક્ષણાધિકારીને ઉગ્ર રજૂઆત

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

ભરૂચ. શાળાઓની ફી ઉઘરાણીમાં મનમાનીનો વધુ એક કિસ્સો ભરૂચ જિલ્લામાં સામે આવ્યો છે. લોકડાઉનમાં તમામ વિદ્યાર્થીઓ સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે ઝઘડિયાની શાળાએ ટ્રાન્સપોર્ટેશન ફી માંગતા રોષે ભરાયેલા વાલીઓએ ભરૂચ જિલ્લા કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. ઝઘડિયાના ગોવાલી સ્થિત સીકેજી સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી ટ્યુશન ફી અને ટ્રાન્સપોર્ટેશન ફીની માંગણી કરી હતી. ભરૂચ આવેલા વાલીઓએ જણાવ્યું કે, સીકેજી શાળાની સ્કુલ બસના ડ્રાઇવર પણ રિટાયર્ડ ડ્રાઇવર-કંડક્ટર છે. અમુક ચોક્કસ વય પછી જેતે કર્મચારી તેની ફરજ બજાવવામાં કેટલીક ઉણપો આવી જાય તેથી જ તો રીટાયર્ડ કરે છે. તો પછી તેમને ફરી બસની કમાન સોપી અમારા બાળકોની સુરક્ષા પર ખતરો છે.ગોવાલીની વધુમાં વાલીઓએ આક્રોષ ઠાલવતા જણાવ્યુ કે, માર્ચ મહિનાના છેલ્લા દિવસોથી શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓએ બસમાં શાળાએ ગયા જ તથી તો પછી ટ્રાન્સપોર્ટેશન ફી શા માટે ભરવાની? આ શાળા દર મહિને લેટ ફી વસૂલે છે તેથી મોટાભાગના વાલીઓ સમયસર ફી ભરી જ દે છે. શાળા મનમાની કરે છે. અમે ટ્રાન્સપોર્ટેશન ફી નહી ભરીએ. આ સ્કૂલ બસો ખાનગી કંપનીમાં કર્મચારીના અપડાઉન માટે ચાલુ જ છે.

ટ્રાન્સપોર્ટરને મેઇન્ટેનન્સ માટે ફી માગી 
 ટ્રાન્સપોર્ટરને મેઇન્ટેનેન્સ માટે રૂપિયાની જરૂર પડે, તેના કહેવાથી વાલીઓ પાસે 50 ટકા ટ્રાન્સપોર્ટ ફીની માંગણી કરી હતી. વાલીઓના વિરોધ બાદ ટ્રાન્સપોર્ટરને ફી માફ કરવા અંગે વાત કરી છે. પરંતુ ટ્રાન્સપોર્ટરનો હજી જવાબ આવ્યો નથી. -  બીના જોષી, આચાર્ય, સીકેજી સ્કૂલ

ટ્રાન્સપોર્ટેશન ફી ઉઘરાવી શકાય નહી
વાલીઓના ફરિયાદની તપાસ એજ્યુકેશન ઇન્સપેક્ટરને સોંપાઇ છે, રીપોર્ટ ફાઇલ થયા પછી કાર્યવાહી કરાશે. કોરોનામાં શાળાઓ બંધ છે તેથી ટ્રાન્સપોર્ટેશન ફી ઉઘરાવી શકાય નહી. શાળાઓની આવી બાબતો ચલાવી લેવાશે નહી. - એન.એમ મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી