વાતાવરણ:ભરૂચ-નર્મદામાં રાત્રિના સમયે ઠંડીનો ચમકારો, આગામી સપ્તાહમાં કોલ્ડવેવ ફૂંકાવાની શક્યતા

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ - નર્મદા જિલ્લામાં શિયાળની ઋતુનો જોર વધી રહ્યો છે. હાલમાં જિલ્લાનું દિવસનું તાપમાન ઘટીને 33 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે. જ્યારે રાત્રીના સમયનું તાપમાન પણ ઘટીને 17થી 19 જેટલું થઇ ગયું છે. બંને જિલ્લામાં ફુલગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. દિવસે દિવસે ઠંડીની અસર વધી રહી છે. જેના પગલે ગત સપ્તાહમાં જિલ્લામાં મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ પણ માત્ર 17થી 19 ડિગ્રી જેટલું નોંધાયું હતું. ત્યારે દિવસે દિવસે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે કડકડવાતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

આગામી સપ્તાહમાં ઠંડીનો પારો હજી નીચો જાય તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી શક્યતા મુજબ આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાનનો પારો 32થી 34 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રી જેટલું નોંધાશે. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 21થી 36 ટકા જેટલું રહેવા સાથે પવનની ગતિ 14થી 15 કિમીની રહેવાની શક્યતાન લઇને ઠંડીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...