તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો આતંક:અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.35 લાખથી વધુની ચોરી થઇ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર શહેરમાં આવેલી ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ. જેમાં સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.35 લાખથી વધુની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મકાન બંધ કરી સાસરીમાં બાળકોને લેવા ગયાને ચોરી થઇ
મકાન બંધ કરી સાસરીમાં બાળકોને લેવા ગયાને ચોરી થઇ

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં રહેતા શ્રીકાંત ઠાકોરભાઈ રાવળ પોતાનું મકાન બંધ કરી સાસરીમાં બાળકોને લેવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.35 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકને જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને ચોરી અંગે શહેર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...