દુર્ઘટના:ઝઘડિયાના ભીમપોર ગામે મામાની હાઇવા ટ્રકની ટક્કરે ક્લિનરનું મોત

ઝઘડીયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રક માલિકે ડ્રાઇવર વિરૂદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામ પાસે મામાની હાઇવા ટ્રકની ટકકરે ટ્રક કલિનર ભાણેજનુ મરણ થયું. હાઇવા ટ્રકનો ચાલક ટ્રક રિવર્સ લેતો હતો ત્યારે કિલનર સાઇડ બતાવતો હોય તેની જ હાઇવા ટ્રક ની ટકકર વાગી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના ગોપાલ નગરમાં રહેતા રાજુ ભરવાડ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ટ્રક પર ગુંડેચા ગામનો નિલેશ બચુ વસાવા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને ક્લીનર તરીકે રાજુભાઈનો સગો ભાણેજ સાગરભાઇ સીમાભાઈ ભરવાડ નોકરી કરે છે.

ગતરોજ રાજુની ટ્રક તેનો ચાલક નિલેશ વસાવા જીએમડીસી પ્લાન્ટમાં સીલીકા ભરવા ગયો હતો. નીલેશે તેની ટ્રક ભીમપોર માઈન્સની સામે ઊભી રાખી હતી. હાઇવા ટ્રક ચાલક નિલેશે ટ્રકના કલીનર સાગરને ટ્રકમાંથી નીચે ઉતરી પાછળના ભાગે જોવા માટે જણાવેલ જેથી સાગરે તેને ટ્રક રિવર્સ કરવા જણાવતા નિલેશે ટ્રક રીવર્સ કરી હતી, તે દરમિયાન રાહદારીઓ બૂમાબૂમ કરતા તેની હાઇવા ટ્રક ઊભી રાખી દીધી હતી અને ટ્રકમાંથી નીચે ઉતરી જોયું તો ટ્રકનું ખાલી સાઈડનું ફાલકુ હાઇવા ટ્રક નાં કલીનર સાગરને માથાના પાછળના ભાગે વાગી ગયેલ હતું.

અને તે રોડ ઉપર પડી ગયો હતો. ફાલકુ વાગતા સાગરને માથામાંથી લોહી નીકળ્યું હતું, જેથી સાગરના મામા રાજુભાઈ તેને તેની ગાડીમાં તાત્કાલિક અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે સાગરનું મરણ થયું હોવાનું જણાવ્યું હતું. હાઇવા ટ્રક માલિક રાજુ ભરવાડ તેની ટ્રકના ડ્રાઇવર નિલેશ વસાવા સામે ગફલતભરી રીતે તેની હાઇવા ટ્રક રિવર્સ લઈ ક્લીનરનું મોત નીપજાવવા બદલ રાજપારડીડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...