તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફલાઇન સ્ટડી બંધ:ભરૂચની 900 શાળાઓમાં ક્લાસરૂમ સ્ટડી બંધ કરાયું

ભરૂચ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ વધતા ધો.1થી9ના છાત્રોનું ઓફલાઇન સ્ટડી બંધ

વર્ષની શરૂઆતમાં જ કોરોના સંક્રમણમાં ઘટાડો થતા શિક્ષણ વિભાગે તબક્કાવાર શાળાઓ શરૂ કરી હતી. જાન્યુઆરીમાં ધો.10 અને 12 ત્યારબાદ ફેબ્રુઆરીના શરૂઆતમાં ધો 9અને 11 અને છેલ્લે 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી8ની પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. કોરોના વિસ્ફોટને કારણે સરકારે હવે 65 દિવસ બાદ ધોરણ 1થી9ની શાળાઓમાં અનિશ્ચિત સમયમર્યાદા માટે ક્લાસરૂમ સ્ટડી બંધ કરવાની જાહેરાત કહી છે.

જેથી ભરૂચની 800 જેટલી ધોરણ 6થી8ની પ્રાથમિક શાળાઓ અને 100થી વધુ માધ્યમિક શાળાઓમાં ક્લાસરૂમ બંધ થતા ફરી હવે વર્ગોમાં વિદ્યાર્થીઓનીની ચહલપહલ બંધ થઇ જશે. સેકન્ડ વેવમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થતા સરકારે શાળાઓ બંધ કરાવી છે.

જેનાથી ભરૂચના 900 શાળાઓને અસર થઇ છે. જોકે શિક્ષણ વિભાગે શરૂ કરેલા હોમ લર્નિંગ કાર્યક્રમો ચાલુ જ રહેશે. ઓનલાઇન સ્ટડી તમામ શાળાઓએ ચાલુ જ રાખવા આદેશ કર્યા છે. ઉપરાંત બોર્ડની પરીક્ષામાં ભાગલેનારા ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ રાખવા માટે જાહેરાત કરાઇ નથી. શાળાઓ માત્ર વિદ્યાર્થીઓ માટે જ બંધ કરાઇ છે. શિક્ષકો સહિતનો સ્કૂલ સ્ટાફ માટે કામગીરી ચાલુ જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો