વીડિયો વાયરલ:ભરૂચના હિંગલોટ ગામમાં ઘર્ષણ, પરાજિત અને વિજેતા ઉમેદવારોના જૂથ વચ્ચે મારામારી, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચએક મહિનો પહેલા
  • મારામારીની ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા ભરૂચ સિવિલમાં સારવાર માટે ખસેડાયા

ભરૂચના હિંગલોટ ગામમાં પરિણામ જાહેર થયા બાદ મારામારીની ઘટના સામે આવી છે. રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતોની પણ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ભરૂચ તાલુકાના હિંગલોટ ગ્રામમાં ઘર્ષણની ઘટના બની હતી. પરાજિત ઉમેદવારો અને વિજેતા ઉમેદવારોના જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા

ભરૂચ તાલુકાના હિંગલોટ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ ગામમાં ઘર્ષણની ઘટના બની હતી. પરાજિત ઉમેદવારો અને વિજેતા ઉમેદવારોના જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મારામારીની ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા ભરૂચ સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 9 સ્થળે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતગણતરી 112 જેટલા ટેબલ ઉપર હાથ ધરાઈ હતી. જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન થયુ હતું. સૌથી વધુ નેત્રંગ તાલુકાની પંચાયતોનું 84.88 અને સૌથી ઓછું અંકલેશ્વર 67.16 ટકા મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...