તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમજાળ:ભરૂચના ભાજપ શહેર યુવા મોરચાના મંત્રી પર પરિણીતાને ભગાડી જવાનો આરોપ, પક્ષે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાદવ સમાજના પ્રમુખ હિતેશ જાદવે એ ડિવિઝન પોલીસ મથકે પત્ની ભગાડી જવાની અરજી કરી
 • બીજેપીના કાર્યકર અને મંત્રીની આ કરતૂતથી ભાજપની છબીને અસર પહોંચી

ભરૂચ શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી મિત્રની જ પત્ની અને 2 સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા આ વિચિત્ર કિસ્સો રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપે યુવા મોરચાના મંત્રીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

બે સંતાનની માતા એવી મિત્રની જ પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો
જુના ભરૂચ શહેરના સોનેરી મહલ વિસ્તારમાં આવેલ સતપંથ મંદિર નજીક રહેતો હિમાંશુ વૈદ ભાજપમાં શહેર યુવા મોરચાનો મંત્રી છે. ઘર નજીક જ રહેતા ભરૂચના જાદવ સમાજના પ્રમુખ એવા મિત્ર હિતેશ જાદવ જોડે ઘરબો હતો. બીજેપીના યુવા મોરચાનો મંત્રી રોજ મિત્રના ઘરે આવતો જતો હતો. હિમાંશુ વૈદની નજર મિત્રની પત્ની સાથે મળી ગઈ હતી. મિત્રની પત્ની સાથે આંખ મળી જતા બીજેપી શહેર યુવા મોરચાના પ્રમુખ હિમાંશુનો બે સંતાનની માતા એવી મિત્રની જ પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બન્ને જણા ભાગી ગયા હતા.

લોકો બે સંતાનની માતાને ભગાડી જવા બદલ ફિટકાર વરસાવી રહ્યા છે
જે બાદ હિમાંશુ વૈદના ઘરે તપાસ કરતા તે પણ મળી આવ્યો ન હતો. બન્નેના મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકી તેઓ જતા રહ્યા હતા. અંતે મિત્ર અને પત્નીની આ હરકતથી નાસીપાસ થયેલા પતિએ એ ડિવિઝન પોલીસ મથકે હીમાંશુ વૈદ સામે પત્નીને ભગાડી જવાની અરજી આપી છે. ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય રીતે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બનતા બીજેપીના હિમાંશુ વૈદ પર લોકો મિત્રનું જ ઘર ભાગવા અને બે સંતાનની માતાભગાડી જવા બદલ ફિટકાર વરસાવી રહ્યા છે.બીજેપી યુવા મોરચાના મંત્રીની આ હરકત બદલ પક્ષની છબી પણ બગડતા ભાજપ તરત એક્શનમાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે હિમાંશુ વૈદને બીજેપીના સક્રિય સભ્ય અને યુવા મોરચાના મંત્રી પદે થી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી પક્ષમાંથી તાબડતોબ હકાલ પટ્ટી કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો