તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણાં:જંબુસરમાં પીવાની પાણીની યોજના ખોરભે ચઢતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા કચેરી બહાર ધરણાં પ્રદર્શન યોજાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીઠા પાણીની યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના ધારાસભ્ય સંજય સોલંકીએ આક્ષેપ કર્યાં

ભરુચના જંબુસર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાની પાણીની યોજના ખોરભે ચઢતા આજરોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા કચેરી બહાર ધરણાં પ્રદર્શન યોજાયું હતું. જેમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ મીઠા પાણીની યોજનામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા હતાં.

જંબુસર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી મળતું નથી જેને પગલે શહેરીજનોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાણીના કકડાટ વચ્ચે લોકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી વર્ષ 2011-12માં સ્વર્ણિમ ગુજરાત યોજના હેઠળ મીઠા પાણીની યોજનાને મંજૂરી આપી હતી અને 2014માં તેની કામગીરીની પણ મજૂરી મળી ગઈ હતી, પરંતુ આજદિન સુધી પાણી મળ્યું નથી.

અનેકવાર રજૂઆત કરવા છતાં હયાધારણ આપવામાં આવતા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ રોજના ખોરભે ચઢતા આજરોજ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું. જેમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ મીઠા પાણીની યોજનામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા હતાં. આ ધરણાં પ્રદર્શનમાં પ્રભુદાસ મકવાણા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જાવિદ મલેક સહિતના આગેવાનો જોડાયા હતા પીવાનું મીઠું પાણી ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...