તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ભરૂચમાં સિટી બસ સેવાથી રિક્ષા ચાલકોને બેકાર બનવાની દહેશત

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી બસ સ્ટેન્ડ બહાર દિવાલ તોડતા રિક્ષા ચાલકોમાં આક્રોશ

ભરૂચ શહેરના લોકોને ઓછા ભાડાએ શહેરના અન્ય સ્થળોએ જવા આવવા માટે પાલિકાએ સિટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.ત્યારે શહેરમાં પુનઃ સીટી બસ સેવા ચાલુ થતા રીક્ષા ચાલકો બેરોજગાર બને તેવી દહેશતના પગલે ચિંતામાં મુકાયા છે. કોરોના મહામારી વચ્ચે પરિવારનું ગુજરાત ચલાવવા માટે પણ ફાંફા પડી ગયા છે ત્યારે કોરોના કાળમાં સૌથી વધુ રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે. ભરૂચમાં સિટી બસ શરૂ થતા રિક્ષાચાલકોની રોજગારી છીનવાઈ છે. રવિવારે રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આવેલા સિટી બસ ડેપોમાં બસોને આવવા જવા માટે તકલીફ પડતા સીટી બસનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટરે દીવાલ તોડીવી હતી.

પરંતુ બસ સ્ટેન્ડની બહાર જ રીક્ષા સ્ટેન્ડ પણ આવેલું હોવાથી રીક્ષાઓને પણ ઉભી રાખવામાં તકલીફ પડતી હોવાના કારણે રીક્ષા ચાલકોમાં આક્રોશ ફેલાયો હતો.જોકે છંછેડાયેલા રીક્ષા ચાલકોએ સીટી બસના પ્રવેશ દ્વાર પાસે પોતાની રીક્ષાઓની લાંબી કતારો લગાડી દેતા સીટી બસને તકલીફ પડતા મામલો ગરમાયો હતો.જોકે અગાઉ શરૂ થયેલી સીટી બસ સેવામાં પણ રીક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી કાર્યક્રમો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...