તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:ભરૂચમાં 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું વેક્સિનેશન કરાશે

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલેક્ટરના સભાખંડ ખાતે કોરોના વેક્સિનની તાકિદની બેઠક યોજાઈ

ભરૂચ કલેકટર કચેરી ખાતે શુક્રવારના રોજ કોરોના વેકિસનેશન સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી.મોડીયાની અધ્યક્ષતામાં તાકિદની બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસ સંક્રમણથી બચવા માટે તબકકાવાર રસીકરણના કાર્યક્રમ ચાલી રહયો છે.રાજય સરકારએ કોવિડ-19 વિરુધ્ધ જંગમાં 1 લી એપ્રિલથી દેશમાં 45 થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવાનું નકકી કર્યુ છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ 1 લી એપ્રિલથી 45 થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે.

કલેકટરે જિલ્લાના 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની વેકિસન લેવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે,કોરોનાની મહામારીને ધ્યાને લેતા જિલ્લામાં કોરોના વેકિસનેશન માટે કુલ 265 વેકિસનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં જિલ્લામાં કાર્યરત તમામ પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, તથા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવે છે.જિલ્લામાં થઈ રહેલી ત્રીજા તબક્કાની રસીકરણ પ્રક્રિયા અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો