એવોર્ડ એનાયત કરવામાં આવ્યા:અકસ્માતમાં લોકોના જીવ બચાવનાર પોલીસ કર્મીઓને પ્રશસ્તિપત્રો અપાયાં

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના હસ્તે ગુડ સમરીટન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

રોડ અકસ્માતમાં લોકોના જીવ બચાવનાર પોલીસ કર્મીઓનું જિલ્લા કલેક્ટર તુષાર સૂમેરાએ સન્માન કર્યુ હતું. રોડ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ અટકાવી શકાય અને ઇજાગ્રસ્તને ઝડપી સારવાર મળી શકે તે માટે મદદરૂપ થનાર પોલીસ ખાતાના કર્મચારીઓને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તુષાર સૂમેરાના અધ્યક્ષસ્થાને મળેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ગુડ સમરીટન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તો માટે સૌથી પહેલાનો 1 કલાકનો સમય ગોલ્ડન અવર તરીકે ખૂબ જ અગત્યનો હોઈ છે.

આ સમયે લોહી વધુ વહી જવાના કારણે અથવા તો ગંભીર ઇજાને કારણે જીવન અને મૃત્યુની વચ્ચે કટોકટીભરી સ્થિતિમાં વ્યક્તિ મુકાય જાય છે. છેલ્લા 1 મહિનામાં રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મદદરૂપ થનાર ગજેન્દ્રસિંહ જેણસિંહ, દેવક૨ણભાઈ વિભાભાઈ, કર્મદિપસિંહ જાડેજા , વિપુલ મનુભાઈ, મહેશ ઠાક૨શીભાઈ, એલ. એ. ૫૨મા૨ને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં તેમણે કરેલી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન અને ધન્યવાદ પણ પાઠવ્યા હતા.રાજયભરમાં અકસ્માત સમયે ઝડપથી મદદ કરનારાઓ માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. પોલીસની માથાકૂટથી બચવા માટે લોકો અકસ્માતના સમયે ઘાયલોને મદદ કરવામાં ખચકાટ અનુભવી રહયાં હતાં પણ સરકારે તેમને ચિંતામુકત કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...