ઉજવણી:ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ઇસ્ટરની ધામધૂમથી ઉજવણી કરાઈ, ઘર અને ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુડ ફ્રાઇડેના બે દિવસ બાદ રવિવારે પ્રભુ ઈસુનું પુનઃઉત્થાન થયું હતું
  • ખ્રિસ્તી બંધુઓએ એકમેકને ઇસ્ટર સન્ડેની શુભેચ્છાઓ પાઠવી

ગુડ ફ્રાઇડેના બે દિવસ બાદ પ્રભુ ઈસુનું પુનઃઉત્થાન થયું હોય ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા રવિવારે ઇસ્ટરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એકમેકને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

ગુડ ફ્રાઇડેના બે દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઇસ્ટરનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ઇસ્ટરના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું. આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ પ્રસંગને ઇસ્ટર સન્ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.ભરૂચ અને અંકલેશ્વરમાં આજે ઇસ્ટર સન્ડે એ ખ્રિસ્તી બંધુઓએ ઘરો અને ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી હતી. જેમાં પ્રભુ ઇસુનો મહિમા સમજાવાયો હતો. ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના બાઇબલ વાંચી ઉપવાસ રાખી મીણબત્તીઓ પ્રગટાવી એકબીજાને ભેટમાં શણગારેલા રંગબેરંગી ઇંડા આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...