તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતમ:પવિત્ર તહેવાર ગુડ ફ્રાઈડેના દિવસે જ ખ્રિસ્તી બંધુ પરિવારના ઘરમાં માતમ છવાયો

ભરૂચ7 દિવસ પહેલા
 • ભરૂચના એક ખ્રિસ્તી પરિવારમાં મોભીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું
 • માતા હજુ પણ કોરોનાની સારવાર લઈ રહી છે અને પિતાનું મોત થયું

ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી સમાજ માટે દુખદ દિવસ ગણાય છે. કારણ કે, આ દિવસે જ ભગવાન ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યારે આ જ દિવસ ભરૂચના એક ખ્રિસ્તી પરિવાર માટે પણ દુખદાયક બની રહ્યો હતો. કોરોના જેવી મહામારીના કારણે કેટલાય લોકોએ માબાપ તથા સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે ગઈકાલે શુક્રવારે ખ્રિસ્તી બંધુઓના પવિત્ર તહેવાર ગુડ ફ્રાઈડેના દિવસે જ ખ્રિસ્તી બંધુ પરિવારના ઘરમાં માતમ છવાયો છે. જેમાં દીકરીના મા-બાપ કોરોના પોઝિટિવ હતા. જેમાંથી પિતાનું ગઈકાલે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પિતાના અંતિમ સંસ્કાર ભરૂચના ડભોઈ આવા નજીકના ખ્રિસ્તી બંધુઓના કબ્રસ્તાન ખાતે કરાયા હતા. તો માતા હજુ પણ કોરોનાની સારવાર લઈ રહી છે. ત્યારે ગુડ ફ્રાઇડેના પવિત્ર દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીનું હૈયાફાટ રૂદન સૌ કોઈને રડાવી દે તેવું હતું. ભારે વેદના સાથે તેણે પિતાના અલવિદા કરી હતી. ખ્રિસ્તી બંધુઓના પવિત્ર તહેવાર ગુડ ફાઈડેના દિવસે જ ખ્રિસ્તી બંધુ પરિવારના ઘરમાં માતમ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો