પિતા-પુત્ર વચ્ચે જંગ:ભરૂચની ઝઘડિયા બેઠક પર ટિકિટનો વિવાદ, મહેશ વસાવા સામે છોટુ વસાવાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ભાઈ-ભાઈ બાદ હવે પિતા પુત્ર વચ્ચે પણ ચૂંટણી જંગ જોવા મળી શકે છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતાની ટિકિટ પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ સામે આવ્યો છે. હવે આ બેઠક પર છોટુ વસાવાએ પોતે ચૂંટણી લડવાની જાહેરાત કરતું ટ્વિટ કરતા રાજનીતિ ગરમાઈ છે. જો કે, છોટુ વસાવા અપક્ષ તરીકે કે કોઈ અન્ય પક્ષમાંથી ચૂંટણી લડશે તે અંગે જાહેરાત કરી નથી.

2017માં પિતા-પુત્ર બંને ધારાસભ્ય હતા
2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવા અને દેડિયાપાડા બેઠક પરથી મહેશ વસાવા ચૂંટણી જીત્યા હતા. મહેશ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના રાષ્ટ્રીય પ્રમુખ છે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં દેડિયાપાડા બેઠક પર ચોપાંખિયો જંગ સર્જાવાના એંધાણ છે. અહીં બીટીપીના પૂર્વ નેતા ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. આ બેઠક પર જીત મેળવવી બીટીપી માટે મુશ્કેલ હોય મહેશ વસાવાએ પોતાના પિતાની પરંપરાગત ઝઘડિયા બેઠક પર પોતાના નામની જાહેરાત કરી દીધી હતી.

પિતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી
છોટુ વસાવાએ થોડા દિવસ પહેલા જ એક નિવેદન કરી કહ્યું હતું કે, હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ અને લડાવતો રહીશ. જો કે, તેમના આ નિવેદન બાદ તેમની પરંપરાગત બેઠક પરથી જ તેની જગ્યાએ તેના પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી કરી હતી. હવે પુત્ર મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી કરી છે. ત્યારે પિતા છોટુ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી જ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોમવારે અહીં ફોર્મ ભરવાની માહિતી એક ટિવટ કરી આપી છે. જો કે, છોટુ વસાવા અપક્ષ તરીકે ઉમેદવારી કરશે કે કોઈ અન્ય પક્ષમાંથી કરશે તેની કોઈ માહિતી આપી નથી.

પિતા-પુત્ર વચ્ચે રસપ્રદ જંગ જામશે
જો પુત્ર મહેશ વસાવા અને પિતા છોટુ વસાવા બંને ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી કરી યથાવત રાખશે તો આ બેઠક પર ચૂંટણીજંગ રસપ્રદ બની રહેશે.

​​​​​​ ​

અન્ય સમાચારો પણ છે...