ભાસ્કર એક્સક્લુઝિવ:RTOમાં ચીપકાર્ડની ત્રણ માસથી સપ્લાય બંધ ભરૂચ જિલ્લામાં 5 હજાર લાઇસન્સ વેઈટિંગમાં

ભરૂચ,નેત્રંગ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર રાજ્યમાં લાઇસન્સના ચીપકાર્ડ સપ્લાય કરતી એજન્સીનો માર્ચમાં કરાર પૂર્ણ થતાં કાર્ડ ઈસ્યુ કરવા મુશ્કેલ
  • લાઈસન્સ માટે રોજ 200થી વધુ અરજી હવે થોભો અને રાહ જૂઓની સ્થિતિ ...
  • વાહન ચાલકો એમ પરિવહન અને ડીજીલોકરમાંથી લાઈસન્સની ઓનલાઇન પ્રિન્ટ કાઢીને દંડથી બચી શકશે ­: ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય ગણાશે

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર છેલ્લા ત્રણ માસથી પૂર્ણ થઈ જતાં ચીપકાર્ડની સપ્લાય અટકી પડી છે. જેના કારેણે નવા લાયસન્સ ઈસ્યૂ કરાવવા જતા નાગરિકોના સ્માર્ટ કાર્ડ અટકી પડ્યાં છે. ભરૂચ આરટીઓમાંથી મળતી માહિતી મુજબ માર્ચ મહિનાથી અત્યારસુધીમાં 5000 જેટલા લાયસન્સ ઈસ્યુ કરવાના હાલ પેન્ડીંગ છે. અરજદારોને કાર્ડના અભાવે બે મહિનાથી લાઇસન્સ મળ્યું નથી. છતાં લાઇસન્સે પણ નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ આર.ટી.ઓ કચેરી ખાતે ઓફ લાઈન તેમજ ઓનલાઈન 200થી 215 જેટલી અરજીઓ રોજ આવે છે. નવી એજન્સીની નિિણૂંક નહીં થાય ત્યાં સુધી આવનારા સમયમાં અરજદારોએ લાઇસન્સ વિના જ રહેવું પડશે અથવા થોડી રાહ જોવી પડશે. આરટીઓ દ્વારા વાહન ચાલકો પોલીસ કાર્યવાહી કે દંડથી બચી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અને સરકારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વાહન ચાલકો ઓનલાઇન પ્રિન્ટ કાઢીને દંડથી બચી શકશે.

ભરુચ સહિત રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડની ચિપ ખલાસ થઇ જતા અરજદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા બે માસથી ઠપ થઇ ગઈ છે. રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર કરીને જણાવ્યું છે કે સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો એમ પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ તેમજ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને સરકારી ડીજી લોકર એપ નું લાઇસન્સ માન્ય ગણાશે. એમ પરિવહન અને ડીજીલોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ માન્ય ગણાશે. આમ રાજ્યકક્ષાએ બે મહિનાથી સ્માર્ટ ડ્રાઈવીંગ લાયસન્સ સપ્લાય કરતી એજન્સીના કરાર તેમજ ચીપની અછતથી લોકોને લાયસન્સ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે.

અરજદારોએ એમ પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે. ડીજીલોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય ગણાશે. જેના માટે સરકારે પરિપત્ર પણ બહાર પાડયો છે.> એમ. એચ. પંચાલ, (ઈ) એ.આર. ટી.ઓ.,ભરૂચ.

માર્ચ મહિનામાં ટેસ્ટ આપી હેમખેમ લાઇસન્સનો પરવાનો લીધો હતો. હવે ત્રીજો મહિનો શરુ થયાં બાદ પણ મને લાઇસન્સ મળ્યું નથી. આ લાઇસન્સ વિના પોલીસનો ત્રાસ સહન કરવો પડે છે. હાલ તો રસીદ બતાવી કામ ચલાવી રહ્યો છું.> ચેતન પટેલ, ભરૂચ. લાઇસન્સ કઢાવી લીધું પણ હજુ ઘરે આવ્યુ નથી જ નથી. સરકારે પોલીસ ને ઉદ્દેશી ને પરીપત્ર આપવું જોઇએ જેથી સામાન્ય લોકો હેરાન ન થાય. પોલીસવાડા હજુ માનવા જ તૈયાર નથી કે લાઇસન્સ બે બે મહીના સુધી તમારા સુધીના પહોંચે. > ઉમેશ લિંબાચિયા, લાયસન્સ ધારક.

પરિવહન વિભાગે પરિપત્ર જારી કર્યો
ભરૂચ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ વિતરણ ઠપ છે ત્યારે પરિવહન વિભાગે એક પરિપત્ર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, mparivahan અને Digilockerમાં ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ તરીકે ઉપલબ્ધ છે. અરજદારના ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓની અરજી એપ્રૂવ થયેથી સ્માર્ટકાર્ડ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સના એ-4 સાઈઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે.

નિયમોના પાલનથી અકસ્માત ટાળી શકાય

  • નશામાં ડ્રાઇવીંગ ન કરવુ
  • રોંગ સાઇડ ડ્રાઇવીંગ ન કરવુ
  • 18 વર્ષથી નીચેનાએ ડ્રાઇવીંગ ન કરવુ
  • હિટ એન્ડ રન
  • લાપરવાહીથી ડ્રાઇવીંગ ન કરવુ
  • મોબાઇલમાં વાતો ન કરો.

સાવચેતી : દરેક વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતી વખતે આરટીઓ અને રોડ સેફટી અંગેના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તો અકસ્માતના બનાવો ટાળી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...