તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળકોના કોળિયાનો કારોબાર ,રાશનના પેકેટો જપ્ત

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચથી દયાદરા મોકલેલા આંગણવાડીના બાળકો માટેના પેકેટ સગેવગે કર્યાઃ કર્મી સહિત 6 સામે ફરિયાદ
  • દયાદરામાં રહેતાં ભરવાડ પરિવારોને પેકેટ આપ્યાં હતાઃ ઝૂપડામાંથી 64,470ની મત્તાના કુલ 1905 નંગ પેકેટ મળ્યા

ભરૂચ તાલુકા પંચાયતના આઇસીડીએસ કચેરીમાંથી દયાદરા ગામની આંગણવાડીમાં મોકલવામાં આવેલાં બાલવાડીના બાળકો માટેના THR ( ટેક ઓમ રાશન)ના પેકેટ સીમમાં પડાવ નાંખીને રહેતાં ભરવાડના પરિવારોને બારોબાર આપી દેવામાં આવ્યાં હોવાનાં ચોંકાવનારી વિગતો સપાટી આવી છે.

આઇસીડીએસના અધિકારીએ ઘટના અંગે આંગણવાડીના અજાણ્યા કર્મચારી સહિત 6 સામે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ભરૂચ તાલુકા પંચાયત કચેરીમાં આવેલાં આઇસીડીએસ( સંકલિત બાળ વિકાસ યોજના) વિભાગના અધિકારી રીટાબેદ ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે, છેલ્લા કેટલાંક સમયથી બાળવાડીના લાભાર્થીઓને આપવામાં આવતાં THR ( ટેક ઓમ રાશન)ના પેકેટો ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસે પડેલાં છે. જેના પગલે તેમણે ભાડભુત સુપરવાઇઝર પુજાબેન ભાટિયા તેમજ દયાદરા ગામેથી દેરોલના સુપર વાઇઝર સંગીતા પરમાર સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં.

જ્યાં તપાસ કરતાં દેવુબેન સત્તા ભરવાડ નામની મહિલા મળતાં તેમણે તેમની આસપાસના આવેલાં છાપરાઓમાં તપાસ કરવામાં આવતાં તેમાં ગેરકાદે રીતે THR ( ટેક ઓમ રાશન)ના પેકેટના જથ્થા જમા કરેલાં મળી આવ્યાં હતાં. જેના પગલે તેમણે તુરંત ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી.એસ. ગઢવીએ સ્ટાફ સાથે દોડી આવતી પડાવમાં રહેતાં સતા બેચર ભરવાડ, રામજી બીજલ ભરવાડ, ભુપત શાંગ ભરવાડ, લાખા રઘુ ભરવાડ તેમજ અમરાભાઇ નામના શખ્સોના ઝૂપડામાંથી 64,470 ની મત્તાના અલગ અલગ કુલ 1905 નંગ પેકેટ મળી આવ્યાં હતાં. પ્રાથમિક તબક્કે આંગણવાડીના જ કોઇ કર્મચારી દ્વારા તેમને બારોબાર પેકેટ પહોંચાડ્યાં હોવાનું જણાતાં આંગણવાડીના કર્મી સહિત 6 શખ્સો સામે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસેે સ્થળ પરથી કેટલો જથ્થો કબ્જે લીધો

પેકેટસંખ્યાકિંમત
પૂર્ણા શક્તિ39121,060
માતૃ શક્તિ23512,690
બાલ શક્તિ127930,720

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...