તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ભરૂચમાં કોરોનાગ્રસ્ત દંપતિના કે અનાથ થયેલાં બાળકોની ચિલ્ડ્રન હોમ સંસ્થા દેખભાળ રાખશે

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં અલગ અલગ ચાર કેન્દ્રોને બાળ સંભાળ સંસ્થા તરીકે જાહેર કરાયા

ભરૂચ જિલ્લામાં જે બાળકોના માતા કે પિતા કોવિડ પોઝીટીવ હોય અને બાળકની સાર સંભાળ લઈ શકવામાં અસક્ષમ હોય તેવા બાળકોને બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ આપવાનો વહિવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આવા બાળકોને રહેવા તેમજ જમવા સહિતની વ્યવસ્થા નિર્ઘારીત કરવામાં આવેલી સંસ્થાઓ કરશે.

કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક લોકો સપડાયા છે. તેમાંયે કેટલાક પરિવારના તમામ લોકો સંક્રમિત થયા છે ત્યારે આવા સંજોગોમાં બાળકોને સંક્રમિતથી દુર રાખવાની જરૂર હોય છે. તેને ધ્યાનમાં રાખીને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યમાં બાળ સંભાળ સંસ્થા જાહેર કરવામાં આવી છે. આ સંસ્થામાં બાળકને રાખવામાં આવશે. તેમના માતા પિતા સાજા થયા બાદ આવે ત્યારે તેમને સોંપવામાં આવશે.ભરૂચ જિલ્લામાં પણ ચિલ્ડ્રન હોમ સંસ્થાને કાર્યરત કરવામાં આવી છે.

જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને બાળ સંભાળ સંસ્થા જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારીમાં જે બાળકોના માતા- પિતા પોઝિટીવ હોય અથવા વાલી પોઝિટીવ હોય અને હોસ્પિટલમાં દાખલ હોય તેવા બાળકની સાર સંભાળ લઈ શકે તેમ ન હોય તેવા બાળકોને જરૂરી તપાસ ચકાસણી કરાવીને રહેવા તેમજ જમવા સહિતની વ્યવસ્થા અપાશે.પરંતુ બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની મંજુરી જરૂરીયાત મુજબના દિવસો માટે પ્રવેશ અપાશે.

ભરૂચ જિલ્લામાં ક્યાં ક્યાં સ્થળોએ બાળ સંભાળ ગૃહમાં માટે જાહેર કરાયા છે
કોવિડ -19ના સમયમાં જરૂરતમંદ બાળકોની સંસ્થાઓમાં છોકરાઓ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, કુકરવાડા રોડ, છોકરીઓ માટેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ગુજરાત ગેસ કંપનીની સામે,આદિજાતિ કન્યા છાત્રાલયની સામે, વનવિહાર રોડ અને 6 વર્ષ સુધીના બાળકો માટે વિશિષ્ટ દત્તક સંસ્થા નારી સંરક્ષણ કેન્દ્ર કેમ્પસ, નંદેલાવ રોડ ખાતે કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...