કેમિકલ માફિયા ઝડપાયા:કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ, રૂ.1 કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ

ભરૂચ8 મહિનો પહેલા
 • GIDCમાંથી નીકળતા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી ઉદ્યોગોને વેચવાનો વેપલો
 • ટેન્કરોના વાલ્વ ઢીલા કરી બેરલોમાં ભરાતું કેમિકલ રંગે હાથ પકડ્યું

દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી 5 ટેન્કર સાથે રૂપિયા એત કરોડ ઉપરાંતના મુદ્દામાલને સીઝ કરી 7 આરોપીઓની ધરપકડ કરી છે. કેમિકલચોરીના વેપલામાં જીઆઇડીસીમાંથી નીકળતા કેમિકલ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું.

સીલ ઢીલા કરી ધીમીધારે ટપકતા કેમિકલને બેરલોમાં ભરવામાં આવતુ

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે મોડી રાતે રેડ કરવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે 5 ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. ટેન્કરના વાલ્વ ઉપર લાગેલા સીલ ઢીલા કરી ધીમીધારે ટપકતા કેમિકલને બેરલોમાં ભરવામાં આવતું હતું. જોકે દહેજ પોલીસ સ્ટેશને હજી સ્ટેટ મોનીટરીંગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોય વધુ વિગતો તે બાદ પ્રકાશમાં આવશે.

એક કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલે 5 કેમિકલ ટેન્કર અને પીકઅપ વેન સહીત એક કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કેમિકલ કંપનીમાંથી રવાના થાય ત્યારે જેતે સ્થળના સ્થાને સીધું કેમિકલ ચોરીના અડ્ડા ઉપર લઈ જઈ તેમાંથી ચોરી કરાતી હતી.

કેબિનમાં વજનની વધ- ઘટથી ખેલાય છે ખેલ

ટેન્કર ચાલક અને ક્લીનર ટેન્કર લોડિંગ કરવા જાય ત્યારે ટેન્કરની કેબિનમાં તમામ વજનદાર ચીજ બહાર કાઢી નાખે છે. આ બાદ ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેટલા વજનના પાણીના કેરબા, વજનદાર ચીજ અથવા ભારે પથ્થર મૂકી દેવાય છે. કેમિકલ ટેન્કરના વજનની ગણતરીના અર્ધ લોડિંગ –અનલોડીંગ થાય છે. જયારે તેમાં બાષ્પીભવનની છૂટ પણ અપાય છે. આ તફાવતનું કેમિકલ ચોરી કરાય છે.

ચોરીના કેમિકલ માટે ગોડાઉન બનાવાયું હતું

કેમિકલ ચોરોએ દહેજની સુવા ચોકડી નજીક વિશાળ ગોડાઉન બનાવ્યું હતું. પોલીસે આ ગોડાઉન ઉપર છાપો માર્યો ત્યારે 150 બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કેમિકલ ફાયર સેફટીની કોઈપણ ચોકસાઈ વિના રખાયું હતું જેમાં આગની ઘટના બને તો મુશ્કેલીનું સ્વરૂપ ધારણ કરે તેવો ભય હતો.

ઝડપાયેલાં આરોપીઓના નામ

 • રામલક્ષ્મણ ઉર્ફે અન્નો ચોથી પ્રજાપતિ
 • લાલબાબુ ચંદ્રબલી યાદવ
 • દેવેન્દ્ર ફુલચંદ યાદવ
 • પપ્પુરામ ભીખારામ ઝાંટ
 • ચંદ્રપ્રકાશ શુભમુહુર્ત તિવારી
 • વલીમહંમદ સગીરઅહેમદ ધુનિયા

વોન્ટેડ આરોપીઓના નામ

 • રવિરાજ કાઠી
 • બકુલ પટેલ
 • રવિન્દ્ર યાદવ
 • નરેશ ભાનુશાળી
 • મનિષ ચૌહાણ
 • ઇમરાન
 • જગજીવન રિન્કુ
 • શૈલેષ
 • પ્રવિણ
 • દિનેશ
 • બકાભાઇ
 • નયન

અન્ય સમાચારો પણ છે...