કામગીરી:ગણેશ વિસર્જનના સ્થળેથી ચારટન જેટલો પૂજાપો એકત્ર કરાયો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ અને અંકલેશ્વરમાં ટીમ કલીન ભરૂચ ક્લીન નર્મદાની કામગીરી

ભરૂચ અને અંકલેશ્વરમાં શાંતિપુર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું છે. નર્મદા નદીમાં પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ હોવાથી કૃત્રિમ કુંડ ખાતે વિસર્જન માટે શ્રધ્ધાળુઓનો ધસારો રહયો હતો. બંને શહેરોમાં બનાવવામાં આવેલાં કુત્રિમ કુંડ ખાતેથી આશરે 4 ટન જેટલો પુજાપો એકત્ર કરવામાં આવ્યો હતો.ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીને સ્વચ્છ રાખવા માટે ટીમ કલીન ભરૂચ કલીન નર્મદા કાર્યરત છે. દરેક તહેવારમાં ટીમના સભ્યો નદી કિનારા પર તૈનાત રહે છે અને નદીમાં પુજાપા સહિતની વસ્તુઓને વિર્સજીત થતી અટકાવે છે.

દશામાનું વિસર્જન હોય કે પછી ગણેશજીનું વિસર્જન. ટીમના સભ્યો તમને મળી જ જશે. શુક્રવારે અનંત ચૌદશના દિવસે ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રીજીનું ભકિતભાવથી વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિશર્જન સમયે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવ પર સ્વચ્છતા કાર્ય કરી 4 ટન જેટલો પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂજાપો એકત્રિત કરી દિવસ ભર સેવા આપી હતી.

સ્વચ્છ ભરૂચ અને સ્વચ્છ નર્મદા અભિયાન અંતર્ગત સીબીસીએન ટીમ સાત વર્ષ થી કાર્યરત છે જનજાગૃતિના અવિરત પ્રયાસથી આ વર્ષે બધાજ ગણેશ ભક્તો એ વિશર્જન સમયે પ્લાસ્ટિક ના કોથળા સાથે લાવેલ પૂજાપો જાતેજ ટેમ્પામાં મુક્યો હતો. નગરપાલિકા દ્વારા તેનો યોગ્ય ઉપયોગ અને બિનજરૂરી પ્લાસ્ટિક નો નિકાલ કરવામાં આવ્યો હતો.જયકિશનસિંહ પરમારની આગેવાનીમાં ટીમના સભ્યોએ સફળ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...