મતગણતરી કેન્દ્રમાં સાપ:ઝઘડીયાના મતગણતરી કેન્દ્ર ખાતે રૂમમાં સાપ દેખાતા અફરાતફરી મચી, મતગણતરીની કામગીરી પણ ક્ષણિક ખોરવાઈ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવ એનિમલ ટીમના સભ્યએ સાપને પકડીને સલામત સ્થળે છોડી મુકતા તમામે રાહતનો શ્વાસ લીધો
  • ઝઘડિયા તાલુકાની 67 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ચાલી રહી છે મતગણતરી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે 67 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી હતી. ત્યારે મતગણતરી કેન્દ્રના એક રૂમમાં સાપે દેખા દેતા અફરાતફરી મચી ગઇ હતી. જેને લઈ થોડી વાર માટે મતગણતરી પણ બંધ રાખવી પડી હતી. જોકે, અંતે સાપને પકડી લેવાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

ઝઘડિયા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં તાલુકાના 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી. આ દરમિયાન એક રુમમાં સાપે દેખા દેતા મત ગણતરીમાં કાર્યરત કર્મચારીઓ અને હાજર ઉમેદવારોમાં નાસભાગ મચી હતી.

આ સમયે રુમમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમજ મતગણતરીની કામગીરી પણ ક્ષણિક ખોરવાઈ હતી. જોકે, ઝઘડીયાની સેવ એનિમલ ટીમના સુનિલ શર્માએ તાત્કાલિક સ્થળ ઉપર આવીને સાપને પકડી લીધો હતો. ત્યારબાદ આ પકડાયેલા સાપને સલામત સ્થળે છોડી દેવાયો હતો. સાપને પકડી લેવાતા મત ગણતરી સ્ટાફ અને ઉમેદવારોએ રાહત અનુભવી હતી. સાપની હાજરીથી સદભાગ્યે કોઇને નુકશાન ન થતા સહુએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...