અખંડ ભારત દિવસની ઉજવણી:ભરૂચમાં અખિલ ભારતીય હીંદુ પરિષદ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડો. પ્રવીણ તોગડિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો

ભરૂચમાં અખિલ ભારતીય હીંદુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે અખંડ ભારત દિવસની ઉજવણી કરાય હતી.આપણા દેશમાં 14 મી ઓગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાનના ભાગલાં પડયાં હતાં.જેના ભાગરૂપે અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના ઉપક્રમે કાર્યક્રમ આયોજીત કરાયો હતો.

જેમાં ખાસ કરીને સમૃદ્ધ ભારત અને ભયમુક્ત ભારત અને અખંડ ભારતની રચનાના આદેશથી ડો. પ્રવીણ તોગડિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. ભરૂચમાં પણ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા શહેરના શક્તિસ્તંભ, નર્મદા મૈયા બ્રિજ નીચે અને શક્તિનાથ ખાતે હાથમાં બેનર અને પોસ્ટરો લઈ અને રેલી યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...